heading

અમારા વિષે

સંતાન ઉછેર વિશે ઘણી રસપ્રદ માહિતી, ઘટનાઓ અને માર્ગદર્શન ભારતીય દર્શનશાસ્ત્રમાં જોવા મળે છે. સંતાનોના યોગ્ય ઉછેરમાં માતા અને પિતા બંનેનું યોગદાન વિશેષ છે. કોઈ પણ બાળકના સર્વાંગી વિકાસને ધ્યાને લઈને કરવામાં આવતા પેરેન્ટિંગ વિષે અલગ અલગ વિચારધારા હાલ કાર્યરત છે. આમાંની થોડી ઘણી વિચારધારા મહદઅંશે અસરકારક રહી છે તો ઘણાં કિસ્સાઓમાં પેરેન્ટિંગના નામે પેમ્પરીંગ પણ જોવા મળે છે.

વર્ષ ૨૦૨૧ થી લાગુ થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને લઈયે તો હવે જે મા-બાપ ના સંતાનો ધોરણ ૧ થી ૭ માં અભ્યાસ કરતાં હશે અથવા તો ભવિષ્યમાં અભ્યાસની શરૂઆત કરશે તેવા કિસ્સાઓમાં બાળકના સર્વાંગી વિકાસના સંદર્ભે માં-બાપની સક્રિય ભૂમિકા એક અગત્યનો ભાગ ભજવશે.

અમદાવાદની પ્રખ્યાત ટ્રેઇનીંગ ઇન્સ્ટીટ્યુટ ધી. એડવાઈઝ એન્ડ આસિસ્ટ કંપનીના ડાયરેક્ટર શ્રી. પરેશ ભટ્ટ કે જેઓ વર્ષ ૧૯૯૪ થી શિક્ષણ ક્ષેત્રની ટ્રેઇનીંગના વ્યવસાયમાં સફળતાપૂર્વક કાર્યરત છે અને ડૉ. મહેશ ઠાકર કે જેઓ ભરૂચની શ્રી. નારાયણ વિદ્યા વિહાર શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ...
એક નવી જ પહેલ કરવા જઈ રહેલ છે. માઈ-બાપ – ધી સ્કૂલ ઓફ પેરેન્ટિંગ

SEO

પગદંડી

  • 01

    પૂર્ણ સમજણ

  • 02

    મક્કમ મનથી નિર્ણય

  • 03

    રજીસ્ટ્રેશન

  • 04

    નિયમિત વર્ગો

  • 05

    દૈનિક જીવનમાં અમલીકરણ

  • 06

    નિયમિત પ્રતિભાવ

  • 07

    સફળ અને સુખી સંતાનો

  • 08

    ખુશ માતા-પિતા

  • 09

    સ્વસ્થ સમાજ

  • 10

    મજબુત રાષ્ટ્ર

SEO

શા માટે માઈ-બાપ ?

માઈ-બાપ – ધી સ્કૂલ ઓફ પેરેન્ટિંગ એ એવાં પ્રકારની ઑનલાઈન સ્કૂલ છે કે જ્યા માં-બાપને પોતાનાં સંતાનોના સર્વાંગી વિકાસ માટે અસરકારક અને પરિપક્વ પેરેન્ટિંગ કેવી રીતે કરાય તે વિશે અભ્યાસ કરાવવામાં આવશે.

સંયુક્ત કુટુંબ વ્યવસ્થા લગભગ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે અને વિભક્ત કુટુંબો વધતાં જાય છે ત્યારે બાળકનો બૌધ્ધિક વિકાસ, શારીરિક, સામાજિક અને સંવેદનાત્મક વિકાસ સમાન રીતે થાય તે જોવું અનિવાર્ય છે. આ ચાર બાબતોમાં જો કોઈ પણ એક બાબતમાં ઉણપ રહી જાય તો તેનાં નકારાત્મક પરિણામ બાળકે, કુટુંબે અને સમાજે ભોગવવા પડે છે.

સ્કૂલ ઓફ પેરેન્ટિંગ એ દર અઠવાડિયે કે ૧૫ દિવસે એક વખત માતા-પિતાને અભ્યાસ કરવાની એક ખાસ પ્રકારની શાળા છે કે જ્યાં પેરન્ટ્સને સંતાનોના યોગ્ય ઉછેર માટેના ઓનલાઈન / ઑફલાઈન વર્કશોપ આયોજિત થશે. આ વર્કશોપમાં બાળઉછેરના વિવિધ પાસાં ઉપર તજજ્ઞો દ્વારા માતા-પિતા સાથે સીધી ચર્ચા / શિક્ષણ થશે. સંતાનોની ઝીણી ઝીણી બાબતોને સમજવી, તેનાં વર્તનને મનોવૈજ્ઞાનિક અભિગમથી સમજવું, તેના વર્તનમાં જરૂરી પરિવર્તન લાવવા માટેના વ્યવહારુ ઉકેલ વગેરે વિશે સમજાવવામાં આવશે. ત્રણ મહિનાના 25 કલાકનાં આ અભ્યાસક્રમમાં માતા-પિતા બંનેએ સાથે હાજર રહેવાનું રહેશે.

ચેરમેનની કલમે

આપણી ભારતીય સંસ્કૃતિની સંયુક્ત કુટુંબ વ્યવસ્થા કે જ્યાં બાળકના સર્વાંગી વિકાસની તમામ શક્યતાઓ સહજ રીતે ઉપલબ્ધ થતી હતી તે વ્યવસ્થાઓ હવે ખૂબ ઝડપથી જુદા જુદા કારણોથી તૂટી રહી છે. બદલાતી કુટુંબ વ્યવસ્થા અને આધુનિક સમયના પડકારોમાં મા-બાપ બંનેને આર્થિક ઉપાર્જનના હેતુસર પોતાના મહત્તમ શક્તિ અને સમય આપવા પડે છે. જિંદગીની આ દોડમા મા-બાપ તરીકેની ફરજ ઘણી વખત જાણ્યે – અજાણ્યે ચૂકી જવાય છે, અવગણના પણ થઇ જાય છે. પરિણામ સ્વરૂપે પોતાનાં સંતાનોની કેળવણી સંદર્ભે અમુક અંશે નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય છે.

બાળકનો સર્વાંગી વિકાસ એ તંદુરસ્ત સમાજના નિર્માણ માટેની પ્રાથમિક જરૂરીયાત છે. મારી સમજણ મુજબ કોઈ પણ વ્યક્તિના પાંચ વખત જન્મ થાય છે. પ્રથમ જૈવિક જન્મ ( બાયોલોજીકલ બર્થ ), બીજો શારીરિક જન્મ ( ફીઝીકલ બર્થ ). ત્રીજો સંવેદનાત્મક જન્મ ( ઈમોશનલ બર્થ ), ચોથો સામાજિક જન્મ ( સોશિયલ બર્થ ) અને પાંચમો વ્યવસાયિક જન્મ ( પ્રોફેશનલ બર્થ ).

બાળકના સંવેદનશીલ અને સામાજિક ( ઈમોશનલ અને સોશિયલ ) પાસાંના વિકાસ માટે પરિપક્વ (મેચ્યોર) પેરેન્ટિંગ થવું ખૂબ જ આવશ્યક અને અનિવાર્ય છે. જવાબદારીપૂર્વકના ઉછેર પછી જ વ્યક્તિનો સફળતાપૂર્વક વ્યાવસાયિક જન્મ થાય છે.

માઈ-બાપ – ધી સ્કૂલ ઓફ પેરેન્ટિંગ આ બાબતમાં ખૂબ જ અસરકારક નીવડશે અને તેનો લાભ લેનાર તમામ માતા-પિતા જવાબદાર સંતાન ઉછેર દ્વારા પરિપક્વ સમાજનું નિર્માણ કરવામાં નિમિત્ત બનશે તેવી મને શ્રદ્ધા છે.

SEO

માર્ગદર્શન

માઈ-બાપ - ધી સ્કૂલ ઓફ પેરેન્ટિંગમાં શિક્ષણ લેતા "મા બાપ" માટે નીચે પ્રમાણેનાં ફાયદાઓ થઇ શકે છે.

બાળ મનોવિજ્ઞાનને સમજી સંતાનોનો સકારાત્મક વાતાવરણમાં ઉછેર

બાળકના સર્વાંગી વિકાસને પ્રવેગ

પરિપક્વ પેરેન્ટિંગનો ભરપુર આનંદ

image

વ્યક્તિગત અને વ્યવસાયિક જીંદગીમાં સકારાત્મક અસર

એક નવો જ ઉઘાડ

તજજ્ઞો સાથે વ્યક્તિગત માર્ગદર્શન

અમારી સાથે કેવીરીતે જોડાશો ?

ફોર્મ ભરવા અહી ક્લિક કરો

પ્રવેશ પાત્રતા

સ્કૂલ ઓફ પેરેન્ટિંગમાં પ્રવેશ માટે નીચેની બાબતોને ધ્યાને લેવામાં આવશે.

  • જે મા-બાપ ને પોતાના સંતાનો નો ઉછેર પ્રથમ પ્રાથમિકતા હોય.
  • સ્કૂલ ઓફ પેરેન્ટિંગમાં અભ્યાસ માટે નિયમિત રીતે જોડાવા તૈયાર હોય.
  • સ્કૂલ ઓફ પેરેન્ટિંગના તજજ્ઞોના માર્ગદર્શન અનુસાર અમલીકરણની તૈયારી હોય.
  • ધીરજ અને ખંતપૂર્વક કામ કરવાની તૈયારી હોય.

  • નોંધ: પ્રવેશ વિશેનો આખરી નિર્ણય વ્યવસ્થાપક કમિટીનો રહેશે.

અમારા નિષ્ણાતો

બાળ મનોવિજ્ઞાન અને સાંપ્રત સમયમાં બનતી ઘટનાઓને સતત પોતાના અનુભવની એરણે ચકાસતા અને સરેરાશ ૨૫ થી ૩૦ વર્ષનો આ ક્ષેત્રમાં અનુભવ ધરાવતાં નિષ્ણાતો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન.

પેમેન્ટ સુવિધા

આ ટ્રેનિંગ માટેનો ચાર્જ નીચે મુજબ છે.
ભારત - Rs. 3000/- (તમામ કરવેરા સાથે)
અન્ય દેશ - 50 USD

બાજુમાં દર્શાવેલ પેટીએમ કોડ ને સ્કેન કરી ને અથવા નીચે આપેલ બટન પર ક્લિક કરીને ચુકવણી કરી શકાશે. પેમેન્ટ બાબતે વધુ જાણકારી માટે આપ ફોન દ્વારા પૂછી શકો છો. (મોબાઈલ નંબર : +91 9879 544 108)
ખાસ નોંધ: પેમેન્ટ કરતી વખતે આપનું નામ અને અન્ય માહિતી જરૂર લખશો.

અમારા પ્રેરણાસ્ત્રોત

કેળવણીના શાશ્વત મૂલ્યો આપનાર સમાજનાં માર્ગદર્શકો સ્વપ્નદ્રષ્ટાઓ.